જમ્મુ-કશ્મીરમાં એક JCO સહિત 5 જવાન શહીદ

જમ્મુ -કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં એક JCO સહિત પાંચ સૈનિકો શહીદ થયા છે. જો કે હજુ પણ અથડામણ શરૂ છે. કેટલાંક આતંકીઓ છુપાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ, સુરક્ષા દળો કાશ્મીર વિભાગમાં બે આતંકીઓને ઠાર કરવામાં સફળ થયા છે. એક આતંકવાદી અનંતનાગમાં અને એક બાંદીપોરામાં માર્યો ગયો છે. બાંદીપોરામાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ હતી. તે ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.

બાંદીપોરામાં ટીઆરએફના આતંકી ઇમ્તિયાઝ અહમદ ડારની હત્યા

પોલીસ, આર્મીની 13-આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બાંદીપોરામાં ગુંદ જહાંગીર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તેની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઇ હતી. તે એક TRF આતંકવાદી હતો, જે શાહગુંડમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો. આ સાથે તે અન્ય આતંકવાદી હુમલામાં સામેલ હતો.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી