‘ગુજરાતમાં 2070 સુધી જરૂરી ભાજપની સત્તા’

કારોબારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હુંકાર

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધીનગરમાં ભાજપની મળેલી પ્રદેશ કારોબારીમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્લાસગો સમિટને યાદ કરી હતી. ગ્લાસગો સમિટમાં PMના કાર્બન નેટની વાતનો CMએ ઉલ્લેખ કર્યો હતો.આ ઉલ્લેખ સાથે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 2070 સુધીમાં દેશમાંથી કાર્બન નેટ 0 કરવાનો લક્ષ્યાંક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન દર્શાવે છે કે, 2070 સુધી ભાજપનું શાસન રહેશે.અને 2070 સુધી કેન્દ્રમાં સત્તા માટે ગુજરાતમાં ભાજપની સત્તા જરૂરી છે.

રાજ્યના મુખ્ય મંત્રીએ ગુજરાત ભાજપને બિરદાવતા કહ્યું કે, ગુજરાત ભાજપ હંમેશા નં-1 રહ્યું છે. બધાની નજર ગુજરાતમાં ભાજપને હરાવવા પર છે. આ તકે જીત માટેનો રોડ-મેપ તૈયાર કરવો જરૂરી હોવાની વાત પણ મુખ્ય મંત્રીએ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત જળવાયુ પરિવર્તનને રોકવા માટે સખત મહેનત કરી રહ્યું છે. સાથોસાથ જીવનશૈલીના અભિગમ અંગે પણ તેમણે કહ્યું કે, પર્યાવરણ પ્રતિ સંવેદનશીલ જીવનશૈલી એ આબોહવા પરિવર્તનને રોકવા માટે લાંબા ગાળાનો ઉકેલ હોઈ શકે છે. વડાપ્રધાને ‘ઇકો-ફ્રેન્ડલી લાઇફસ્ટાઇલ’ને વૈશ્વિક મિશન બનાવવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ ફરી એ વાતનું રટણ કર્યું કે, વિકસિત દેશોએ આબોહવા ધિરાણ માટે એક ટ્રિલિયન ડોલર પ્રદાન કરવાના તેમના વચનને પૂર્ણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જે રીતે ક્લાઈમેટ મિટિગેશન કરવામાં આવે છે તે જ રીતે તેનું નિરીક્ષણ કરવું જોઈએ.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી