જામનગરના યૌન શોષણકાંડ : આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપીઓની રિમાન્ડ બાદ અનેકના નામ ખૂલવાની પણ શક્યતા

 ગુજરાતમાં ભારે ચકચાર મચાવનારા જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણ મામલે ગઈ કાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.  મહિલા એટેન્ડન્ટસની જાતિય સતામણી મામલે ફરિયાદ નોંધાયા બાદ ઝડપાયેલા બંને આરોપીઓેને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. બંને આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

જીજી હોસ્પિટલમાં કોવિડ વિભાગના HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. એચઆર મેનેજર એલબી પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણની અટકાયત બાદ રિમાંડ માટે રજુ કરવામાં આવતા કોર્ટે ૪ દિવસના રિમાંડ ગ્રાહ્ય રાખ્યા હતા. 

રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણના મામલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારની ફરિયાદને ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. સરકારે કેટલીક યુવતીઓના નિવેદન બાદ આ મામલે સ્થાનિક કક્ષાએ કમિટીની રચના પણ કરી હતી. કમિટી દ્વારા ૮ યુવતીઓ સહિતના લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. કમિટીની તપાસ બાદ ગત સાંજે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.  

 231 ,  3