જેટ એરવેઝને દેવાળિયા થતી બચાવવા સરકારના હવાતિયા

સરકારે જેટ એરવેઝને લઇ મહત્વનું સૂચન કર્યું છે સરકારી બેન્કને કહ્યું કે જેટ એરવેઝને દેવાળીયા થતા બચાવે. આ અંગે સુત્રોની વાત માનીએતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છતા નથી કે લોકસભા ચૂંટણી સમયે હજારો લોકોની નોકરી જાય. ત્યારે સરકારના કહેવા પર બેન્ક જેટની લોનને ઈક્વિટીમાં બદલી રહી છે. આ પગલું હાલ જેટને દેવાળું કાઢતા બચાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે. સ્થિતિ ઠીક થવા પર બેન્ક તેના શેર વેચી શકશે તેમ આ અંગે માહિતી સામે આવી છે.

આમાં એવિએશન સેક્ટરમાં 10 લાખ લોકોને રોજગાર મળ્યા છે સાથે જ સુત્રોના અનુસાર સરકારને 49 ટકા સ્વામિત્વ વાળા નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ(એનઆઈઆઈએફ)ને પણ જેટમાં હિસ્સો ખરીદવા માટે કહ્યું છે. અને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ મંત્રાલયના સચિવને ઈમરજન્સી બેઠક બોલાવવા માટે જણાવ્યું છે.

ભારતમાં એવિએશન સેકટરમાં 10 લાખ લોકોને રોજગાર મળે છે. જોકે ચૂંટણી પહેલા ભારતની બીજી સૌથી મોટી કંપની દેવાળું કાઢે છે અને જો તેનાથી રોજગાર છીનવાય છે તો આ વાત સરકારની વિરુદ્ધ થઈ શકે છે

જો જેટ એરવેઝના પાયલટે ચેતવણી આપી છે કે 31 માર્ચ સુધીમાં તેમને બાકી સેલેરી ન મળી તો તે 1 એપ્રિલથી ઉડાણો બંધ કરી દેશે. જેટના ઘરેલુ પાયલોટના સંધ નેશનલ એવિએટર્સ ગિલ્ડે મંગળવારે થયેલી વાર્ષિક બેઠક બાદ આ નિર્ણય લીધો છે. બેઠક 90 મિનિટ સુધી ચાલી. ગિલ્ડે કહ્યું કે પાયલોટ અને અન્ય સ્ટાફને ડિસેમ્બરથી પુરી સેલેરી મળી રહી નથી.

આ અંગે જેટ એરવેઝે મન્ટેનન્સ એન્જિનિયરોના એસોસિએશને કહ્યું છે કે ત્રણ મહીનાથી સેલરી ન મળવાને કારણે મોટા ભાગના એન્જિનિયર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યાં છે. ઉડાન દરમિયાન સુરક્ષા સંબધી ખતરાઓનો સામનો કરવો પડી શકે છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએને લખેલા પત્રમાં એસોસિએશને કહ્યું કે મેનેજમેન્ટે કહ્યું હતું કે માર્ચ સુધીમાં બાકીની સેલરીની ચૂકવણી કરવામાં આવશે.

જોકે તે પ્રમાણે કરવામાં આવ્યું ન હતું. જેટ એરવેઝની પાસે 560 એન્જિનિયર છે. તેમાંથી 490 એન્જિનિયર સાથે જોડાયેલા છે. એસોસિએશને કહ્યું કે ઝડપથી સેલેરીની ચૂકવણી કરવામાં આવે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ મંગળવારે જણાવ્યું હતું કે જેટની પાસે ઉડાન માટે માત્ર 41 વિમાનો જ બચ્યા છે. આગળ જતા તેમાં વધુ ઘટાડો આવી શકે છે. ડીજીસીએ આ વાત જેટના અધિકારીઓ સાથેની બેઠક બાદ કહી હતી. અગાઉ જેટ પાસે 119 વિમાનો હતા.

 144 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી