ઝાયડસમાં દાખલ ભાજપના મહિલા ધારાસભ્યની સ્થિતિ અત્યંત નાજૂક

આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા છે – ડૉ.વી.એન.શાહ

ધારાસભ્ય આશા પટેલની તબિયત વધારે બગડતા ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉમિયાધામના કાર્યક્રમ બાદ ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થતા ધારાસભ્ય આશા પટેલની સ્થિતિ ગંભીર બની છે. આશા પટેલના મલ્ટીઓર્ગન ફેઈલ થવાના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. સારવારમાં કોઈ પણ કચાશ ન રાખવા મુખ્યપ્રધાને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને લઈ ઝાયડસ ડાયરેકટરનું મહત્વનું નિવેદન આપ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે, આશા પટેલના મોટા ભાગના અંગો ફેલ થયા છે. આવા સંજોગોમાં રિકવરીના ચાન્સ બહુ ઓછાં હોય છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે.

ધારાસભ્ય ડો.આશાબેન પટેલ તાજેતરમાં દિલ્હી ગયા હતા ત્યાંથી તા.7ના રોજ પરત ઊંઝા આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેમણે ડેન્ગ્યુ હોવાનું સામે આવતા તેઓ ઊંઝાની જ હોસ્પિટલમાં બે દિવસથી સારવાર મેળવી રહ્યા હતા. આજે તેઓની તબિયત વધુ લથડતા અને ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થયું હોવાનું તબીબી પરીક્ષણમાં સામે આવતા તેમને તત્કાલ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં વેન્ટિલેટર ઉપર તેઓની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી