ડોન રવિ પૂજારી મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન

બોરસદ કેસ મામલે રવિ પૂજારી વિરુધ્ધ તપાસ શરૂ કરાઇ

ક્રુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ 2017ના જાન્યુઆરી માસમાં બોરસદ પાલિકાના હાલના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલને ધમકી અને પ્રજ્ઞેશ પટેલ પર 3 રાઉન્ડ ખાનગી ફાયરિગ કરાવ્યું હતું. જેમાં પ્રજ્ઞેશ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા. જે કેસમાં રવિ પૂજારીને બેંગ્લોર પોલીસ પાસેથી કસ્ટડી લઈ ક્રાઈમબ્રાંચની ટીમ અમદાવાદ લઇને આવી છે.

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બે દસકા સુધી ફરાર રહી વિદેશથી પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો. ગુજરાતમાં રવિ પૂજારી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ, ખંડણી, ધાકધમકીના 70થી વધુ ગુના દાખલ થયેલા છે. કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદમાં લાવ્યા બાદ આજે બોરસદ કોર્ટમાં રજૂ કરાશે. ક્રાઇમ બ્રાંચ બોરસદ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા રિમાન્ડ મેળવશે.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રવિ પૂજારી મામલે વધુ તપાસ ચાલુ છે. રવિ પૂજારી ફોન પર ખંડણી માગવાનું કામ કરતો હતો અને આ સંદર્ભે તેને ઘણા મોટા લોકો પાસેથી ખંડણી પણ વસૂલી દીધી છે. રવિ પૂજારી દ્વારા લોકોને ટેલીફોન પર ખંડણી માંગવાનું કામ કરવામાં આવ્યું હતું. રવિ પૂજારી મામલે હજુ તપાસ શરૂ છે.

 10 ,  1