તારક મહેતા કા ઉલ્ટા ચશમા સિરિયલમાં નટુકાકાનુ પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનુ નિધન

અભિનેતાએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા

લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ધનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહત્વનું છે કે ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને કેન્સરની સમસ્યા હતી. અભિનેતાએ મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 

મહત્વનું છે કે જૂન મહિનામાં સામે આવેલા એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે જણાવ્યુ કે પાંચ મહિના પહેલા ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા, ત્યારબાદ આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના પુત્રએ કહ્યુ હતુ કે, એપ્રિલ મહિનામાં ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવવામાં આવ્યું, જેનાથી બીમારીની માહિતી મળી હતી. 

 88 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી