‘તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે..’ ભાજપના કોર્પોરેટરને ધમકી

મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે રજૂઆત કરનાર કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી

વડોદરા કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ તોડી પાડવા સાત દિવસની નોટીસ ફટકારવામાં આવી છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ મામલે સભામાં રજૂઆત કરનાર ભાજપના કોર્પોરેટરને અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર મસ્જિદનું બાંધકામ તોડી પાડવા સાત દિવસની નોટીસ ફટકારવામાં આવી છે.

તાંદલજા વિસ્તારમાં જે પી રોડ પોલીસ મથક ચાર રસ્તા પાસે મસ્જિદનું નિર્માણ થયું છે. આ મસ્જિદમાં પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગની જાણ બહાર માર્જિન વાળા ભાગમાં બાંધકામ થયું છે અને 15 ફૂટ વધારાના બાંધકામનો ઘટસ્ફોટ ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ પાલિકાની સભામાં કર્યો હતો.

પાલિકાની સામાન્ય સભામાં ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન દોંગાએ તાંદલજામાં મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવા છતાં કાર્યવાહી કેમ થતી નથી તેવો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પાલિકાના અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડતા નથી તેવો આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે પાલિકા દ્વારા બે વખત નોટિસો આપવા છતાં વધારાના બાંધકામને તોડવા કાર્યવાહી કરાતી નથી. 24 મીટરના રોડ પર રોડથી 4 મીટરનું માર્જિન છોડવાનું હોય છે અને તેમાં કોઇ બાંધકામ થઇ શકે નહીં. છતાં મસ્જિદ દ્વારા 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું. બે દિવસ અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકાએ સાત દિવસની મુદત આપી છે અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એવી ટકોર કરતી નોટિસ ફટકારવામાં આવી છે. 

ગુરૂવારે સાંજે કોર્પોરેટર નીતિન દોંગાને અજાણ્યા શખસે ફોન કરી “તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે” તેવી ધમકી આપી હતી. જેથી આ અંગે કોર્પોરેટરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી