“તે દરેક વસ્તુથી ડરે છે સત્યથી, સવાલોથી અને કાર્ટૂનથી” : રાહુલ ગાંધી

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પ્રધાનમંત્રી પર કર્યા પ્રહાર

રાજકારણમાં સોશ્યિલ મીડિયાએ હવે વિરોધ કરવા અને પોતાની રજૂઆતો કરવાનું હથિયાર બની ગયું છે .ઘણા બધા લોકો દ્વારા તેનો ઉપયોગ કરીને કોઈનો વિરોધ અથવા પોતાની કોઈ રજૂઆતો સરકાર કે પછી અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ થતો હોય છે .કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આમાંથી બાકાત નથી.

કોરોના સંકટ વખતથી રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરીને આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નામ લીધા વગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરી પ્રહાર કર્યા છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યું છે કે, – ‘તે દરેક વસ્તુથી ડરે છે, સત્યથી, સવાલોથી અને કાર્ટૂનથી.’

ઉલ્લેખનીય છે કે ,આ પહેલા રાહુલ ગાંધીએ કોવિડ-19 માટે વેક્સિનેશન માટે ફક્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હોવા પર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું છે કે , ‘જેના પાસે ઈન્ટરનેટની સુવિધા નથી તેમને પણ વેક્સિન મળવી જોઈએ.’ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ફક્ત ઓનલાઈન રજીસ્ટ્રેશન પુરતુ નથી. વેક્સિનેશન કેન્દ્ર પર પહોંચનાર દરેક વ્યક્તિને વેક્સિન મળવી જોઈએ. જીવનનો અધિકાર તેમનો પણ છે જેમની પાસે ઈન્ટરનેટ નથી.’

નોંધનીય છે કે, આ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, જો બધા માટે ફ્રી વેક્સિન હોય તો ખાનગી હોસ્પિટલોએ શા માટે પૈસા લેવા જોઈએ. રાહુલ ગાંધીએ આ પહેલા એક ટ્વીટ કરીને વોક-ઈન વેક્સિનેશનની માંગ કરી હતી. તેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો કે, સરકાર પહેલા જ તેને પરવાનગી આપી ચુકી છે. તેના સાથે જ ઈરાનીએ રાહુલ ગાંધીને ભ્રમ ન ફેલાવવાની અને વેક્સિન લેવાની સલાહ આપી દીધી હતી.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર