થરાદમાં BSFના 20 જવાનો કોરોના સંક્રમિત!

આરોગ્ય વિભાગ થયું દોડતું, તમામ જવાનોને કરાયા આઇસોલેટ

રાજ્યમાં હાલ કોરોના કાબુમાં આવ્યો છે. સંક્રમણની ગતિ ધીમી પડી છે. તેવામાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે બનાસકાંઠાથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. થરાદમાં નાગાલેન્ડથી આવેલા બી.એસ.એફના 20 જવાનો કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તમામ જવાનોને આઈસોલેટ કરાયા હોવાની માહિતી મળી રહી છે. તો બીજી તરફ જવાનોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બનાસકાંઠાના થરાદમાં 20 જવાનોને કોરોનાના લક્ષણો જણાતા તેમના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આજે બનાસકાંઠાના થરાદમાં 20 જવાનોને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ જવાનોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ જવાનો વિશેની હિસ્ટ્રી જોવામાં આવી તો જાણવા મળી રહ્યું છે કે નાગાલેન્ડથી આવેલા જવાનો પોઝિટીવ આવતા આઈસોલેટ કરવામાં આવે છે. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક શરૂ થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 84 ,  1