દરિયામા પડી ગયો હતો યુવક, આ સામાન્ય વસ્તુએ 3 કલાક સુધી બચાવ્યો જીવ…

life jacket

વિશ્વમા ઘણી અજીબ-ગરીબ ઘટનાઓ જોવા મળે છે. જેમા કેટલીક એવી ઘટનાઓ હોય છે જે લોકોને વિચાર મજબૂર કરી દે છે. ત્યારે આવી જ એક ઘટના છે જેમણે દર કોઈને આશ્ચર્યમા મુકી દીધા છે. 30 વર્ષના એક વ્યક્તિના યોટની સવારી કરવી ભારે પડી ગઈ અને તે સીધો દરિયામા જઈને પડી ગયો અને ડૂબવા લાગ્યો, પરંતુ આ દરમિયાન તે વ્યક્તિ પાસે એક એવી વસ્તુ હતી જેના દ્ધારા અંદાજે 3 કલાક સુધી તેનો જીવ બચાવ્યો બાદમા તેમનો જીવ બચી ગયો હતો.

વાસ્તવમા, 30 વર્ષના આર્ને મુર્કે પોતાના ભાઈ સાથે ન્યૂજીલેન્ડના ઉત્તર ”દ્ધીપ ટોલાગા બે”ના પશ્વિમી કિનારા તરફ યોકની સવારીની મોજ માણી રહ્યો હતો. ત્યારે અચનાક દરિયાની લહેર આવે છે અને તેનુ સંતુલન બગડી જાય છે અને તે સીધો જ દરિયામા જઈને પડી જાય છે.

આ જોઈને તેનો ભાઈ લાઈફ જેકેટ ફેકે છે, પરંતુ લહેર ઉંચી હોવાના કારણે તે જેકેટ તેના સુધી નથી પહોચી શકતુ, પણ આર્ને એક તકનીકની મદદથી પોતાનુ જ લાઈફ જેકેટ બનાવી લીધુ. તમને જણાવી દઈએ કે આર્નેએ પોતાનુ જીન્સ ઉતારી અને તેમા ગાંઠ લગાવી તેમા હવા ભરી લીધી જે બાદ તેમણે પોતાની કમર પર બાંધી લીધી.

ત્યારે આજ તકનીકની મદદથી તે અંદાજે 3 કલાક સુધી દરિયામા તરતો રહ્યો જેના દ્ધારા જેમાનો જીવ બચી ગયો. આર્ને દ્ધારા ઉપયોગમા લેવાયેલી લાઈફ જેકેટ બનાવવાની આ તકનીકી અત્યંત મદદગાર છે અને તેની મદદથી સમુદ્રમા ડૂબવાથી બચી શકાય છે.

 91 ,  3