‘દારૂ બદનામ કરદી..’ ડીસાના TDO નશાની હાલતમાં મળ્યા..

 TDO બી.ડી. સોલંકીએ નશામાં ધૂત થઈ પદની ગરિમાને લજવી

બનાસકાંઠાના ડીસાના TDO નશાની હાલતમાં ઝડપાયા છે.. TDO બી.ડી. સોલંકી ચાલુ ઓફિસે નશાની હાલતમાં હતા. તે સમયે વિદ્યાર્થીઓ ક્રિમિલિયર સર્ટી કઢાવવા જતાં TDOએ વિદ્યાર્થીઓ સાથે અપશબ્દો બોલ્યા હતા. વિદ્યાર્થીઓને અપશબ્દો બોલતા માથાકૂટ થઈ હતી. જેથી વિદ્યાર્થીઓ ઓફિસમાં જતા TDO નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા.. 

આ મામલે પોલીસને જાણ કરતાં TDOની અટકાયત કરવામાં આવી છે. જોકે સવાલ એ છે કે ચાલુ ફરજમાં TDO નશાની હાલતમાં ઝડપાય તે કેટલું યોગ્ય છે. અને ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે છતાં TDO દારૂ ક્યાંથી લાવ્યા અને કોણ દારૂનો સપ્લાય કરતું હતું તે તમામ સવાલોના જવાબ શોધવા જરૂરી છે. હવે TDO વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ તે તો સમય જ બતાવશે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી