દાહોદ નજીક રામપુરા હાઇવે પાસે યુવતીની મળી લાશ

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર રામપુરા પાસેથી યુવતીની મળી લાશ

અમદાવાદ ઇન્દોર હાઈવે પર રામપુરા પાસેથી યુવતીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદના રામપુરા હાઇવે નજીક યુવતીની લાશ મળી આવતાં આસપાસથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી. 

હાઇવે નજીક સિમેન્ટની કુંડી પાસેથી 25 વર્ષ આસપાસની યુવતીની લાશ મળી આવી છે. 15 થી 20 દિવસ જૂની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે , આ યુવતી કોણ છે, તે જાણી શકાયું નથી. પોલીસે હત્યા, આત્મહત્યા કે અન્ય રીતે થયું મોત તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 15 ,  1