દિવાળી સુધરી, આજે બજારમાં તેજીનો માહોલ..

રોકાણકારોની દિવાળી સુધરી, આટલા કરોડનો થયો ફાયદો

દિવાળી પહેલા ભારતીય શેરબજારમાં ફરી રોનક જોવા મળી છે. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોને કારણે સોમવારે સ્થાનિક શેરબજાર જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. હેવીવેઈટ ઈન્ફોસિસ, ભારતી એરટેલ અને HDFC શેર્સમાં 30 શેરો ધરાવતો BSE બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 506.20 પોઈન્ટ્સ અથવા 0.85 ટકાના વધારા સાથે 59,813.13 પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 158.40 પોઈન્ટ એટલે કે 0.90 ટકા વધીને 17,830ની સપાટીએ ખુલ્યો હતો. બજારમાં રોકાણકારોની સંપત્તિમાં ઝડપથી રૂ. 2 લાખ કરોડનો વધારો થયો છે.

સેન્સેક્સમાં ભારતી એરટેલ લગભગ 3 ટકા વધ્યો હતો, જ્યારે એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને એક્સિસ બેન્ક વધ્યા હતા.બીજી તરફ, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, ડૉ. રેડ્ડીઝ, એચયુએલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરો ઘટ્યા હતા.

પોલિસીબજાર IPO ખુલ્યો

FB Fintech Ltd નો IPO, જે પોલિસીબજાર અને પૈસાબજારનું સંચાલન કરે છે, તે આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. કંપની IPO દ્વારા 5826 કરોડ રૂપિયા એકત્ર કરશે.

IPOની પ્રાઇસ બેન્ડ 940-980 રૂપિયા પ્રતિ શેર છે. ઇશ્યૂ બુધવારે બંધ થશે. સમગ્ર ઈસ્યુમાંથી 75 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે.

IPO પહેલા, FB Fintech એ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 2,569 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ 155 એન્કર રોકાણકારોને રૂ. 980 પ્રતિ શેરના ભાવે 26,218,089 શેર ફાળવ્યા હતા.

 10 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી