દેશમાં બર્ડ ફ્લૂથી પ્રથમ મોત, 11 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ

11 વર્ષીય બાળકનું દિલ્હી એમ્સમાં મોત,  H5N1 વાયરસથી સંક્રમિત હતો બાળક

કોરોનાના સંક્રમણ વચ્ચે દેશમાં બર્ડ ફ્લૂથી પ્રથમ મોતનો કેસ સામે આવ્યો છે. દિલ્લી એઈમ્સમાં 11 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તપાસમાં એવિયન ઈન્ફ્લૂએન્ઝાના સંક્રમણની પુષ્ટી થઈ છે. બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા તેના સંપર્કમાં આવેલ હૉસ્પિટલના તમામ કર્મચારીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે બે જુલાઈએ 11 વર્ષીય બાળકને એઈમ્સમાં સારવાર માટે દાખલ કરાયું. જે બાદ બાળકમાં એવિયન સંક્રમણ હોવાનું સામે આવ્યું. સુત્રોની માહિતી પ્રમાણે બાળક હરિયાણા હતું. જ્યાં પણ એક ટીમને પણ મોકલવામાં આવી છે.

નિમોનિયા અને લ્યૂકેમિયાની સાથે 2 જુલાઈએ દાખલ થયેલા બાળકનું નામ સુશીલ હતુ. તેના સંપર્કમાં આવેલી હોસ્પિટલની સાથે કર્મચારીઓએ શક્ય સંક્રમણના લક્ષણો અને રિપોર્ટની ઓળખ કરી તેને આઈસોલેશનમાં રહેવા માટે કહ્યુ હતુ. 

સુશીલના ગામમાં H5N1ના વધારે મામલાની તપાસ કરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલની એક ટીમને હરિયાણા મોકલવામાં આવશે. આ વર્ષની શરુઆતમાં હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલાની ભારે લહેર બાદ હજારો જંગલી પક્ષી મૃત જોવા મળ્યા હતા અને હજારો મરઘી મારી ગઈ હતી.

જોકે અનેક સંક્રમણ વાયરસના એક અલગ પ્રકાર H5N1ના હતા. જે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મનુષ્યો માટે ઓછો ખતરો છે. તેમ છતાં જાન્યુઆરીના અંત સુધી કેન્દ્રએ એલર્ટ જારી કર્યુ હતુ કેમ કે આ મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢની સાથે  સાથે કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી અને પંજાબમાં પોલ્ટ્રીની વચ્ચે બર્ડ ફ્લૂની પુષ્ટી કરવામાં આવી હતી.

 90 ,  1