નારી શક્તિઃ શહીદ દીપક નૈનવાલની પત્ની જ્યોતિ બની સૈન્ય અધિકારી..

પતિની શહાદત બાદ દેશની સેવા માટે ઓફિસર બનવાનું નક્કી કર્યું..

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આવેલી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી શહીદ દીપક નૈનવાલની પત્ની જ્યોતિ નૈનવાલે પોતાનું સપનું પૂર્ણ કરતા આર્મી ઓફિસર બની છે. તમને જણાવી દઈએ કે, દીપક નૈનવાલ વર્ષ 2018માં જમ્મુ-કશ્મીરના કુલગામમાં આતંકવાદી અથડામણમાં શહીદ થયા હતા.

શનિવારે ચેન્નાઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી જ્યોતિ નૈનવાલ સહિત કુલ 178 કેડેટ્સ પાસ આઉટ થયા છે. જેમાં 124 પુરૂષો, 29 મહિલાઓ અને 25 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. નવનિયુક્ત ભારતીય સેના અધિકારી જ્યોતિ નૈનવાલને બે બાળકો પણ છે. ટ્રેનિંગ દરમિયાન તેમના બંને બાળકો પણ પીઓપીમાં હાજર હતા.

શહીદ દીપક નૈનવાલ 10 એપ્રિલ 2018ના રોજ જમ્મુ-કશ્મીરના કુલગામમાં આતંકી અથડામણમાં ઘાયલ થયા હતા. તેમને 3 ગોળી વાગી હતી. તેમ છતા તેમણે હિંમત હારી ન હતી અને એક મહિના સુધી મૃત્યુ સામે લડ્યા હતા. પરંતુ 20 મે 2018ના રોજ તેઓ જીવનની લડાઈ હારી ગયા.

પરંતુ પતિ દીપકની શહાદત બાદ પત્ની જ્યોતિએ હિમ્મત ન હારી અને દેશની સેવા કરવા માટે આર્મી ઓફિસર બનવાનું નક્કી કર્યું અને આખરે અઢી વર્ષ બાદ આજે તેમણે આ સપનું પૂર્ણ કર્યું છે. જ્યોતિ નૈનવાલને પુત્રી લાવણ્યા અને પુત્ર રેયાંશ છે. બન્ને બાળકોને માતા આર્મી ઓફિસર બનવા પર ગર્વ છે અને તેઓ પણ ભવિષ્યમાં સૈનિક બનવા માગે છે.

દેશની સેવા સાથે જોડાયેલી છે 3 પેઢી

દીપક નૈનવાલના પરિવારની 3 પેઢીઓ દેશની સેવા સાથે જોડાયેલી છે. દીપકના પિતા ચક્રધર નૈનવાલ પણ સેનામાંથી નિવૃત્ત છે. તેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ અને અન્ય ઘણા ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમના પિતા અને દીપકના દાદા સુરેશાનંદ નૈનવાલ પણ સ્વાતંત્ર્ય સેનાની હતા.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી