નેધરલેન્ડ્સ- ટ્રામમાં અંધાધુંધ ગોળીબાર,પોલીસના મતે આ ઘટનામાં આતંકી સામેલ

નેધરલેન્ડ્સના યૂટ્રેક્ટ શહેરમાં સોમવારે એક ટ્રામમાં અંધાધુંધ ગોળીબારીની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 1 વ્યક્તિનું મોત થયું છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે.

યૂટ્રેક્ટ પોલીસના ટ્વિટર એકાઉન્ટમાં કહ્યું છે કે ગોળીબારીની ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી સહાયતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગોળીબારીની ઘટના એક ટ્રામમાં થઈ છે. મદદ માટે ઘણા હેલિકોપ્ટર પણ રાખવામાં આવ્યા છે.

નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માર્ક રુટે સ્થિતિને ઘણી ચિંતાજનક ગણાવી છે. સમાચાર એજન્સી એપીના મતે એક રહેણાક વિસ્તારની નજીક ગોળીબાર થયો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તે ઘટનાસ્થળેથી દૂર રહે અને સુરક્ષાદળોને તેમનું કામ કરવા દે. પોલીસના મતે આ ઘટનામાં આતંકી સામેલ હોઈ શકે છે.

 110 ,  3