પટના બ્લાસ્ટ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, ફાંસીની સજા

ચાર આરોપીઓને ફાંસી, બેને આજીવન કેદ

પ્રધાનમંત્રી મોદીની 2013 ની રેલમાં થયેલા બ્લાસ્ટ કેસમા કોર્ટે મોટો ટુકાદો જાહેર કર્યો છે. NIA કોર્ટે ગાંધી મેદાન સીરિયલ બ્લાસ્ટ કેસમાં 4 દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે, 2 દોષીઓને આજીવન કારાવાસ, 1 દોષીઓને 10 વર્ષની સજા અને એક દોષીને 7 વર્ષની આકરી સજા ફટકારી છે. 

આઠ વર્ષ પહેલા 2013માં બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે બુધવારના રોજ કુલ 10 આરોપીઓમાંથી 9ને દોષિત ઠેરવ્યા છે. આ સાથે જ એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 2013માં ગાંધી મેદાનમાં વિસ્ફોટ થયા હતા, જ્યારે ભાજપના તત્કાલિન વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે અહીં એક રેલીનું સંબોધન કરવા જઈ રહ્યા હતા.

શું છે આખો મામલો……..

આઠ વર્ષ પહેલા પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં બોમ્બ બ્લાસ્ટય થયા હતા. આ કેસમાં એનઆઇએની સ્પેશિયલ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ બ્લ્સાટના કેસમાં કોર્ટે એક આરોપી ફખરુદ્દીનને છોડી મૂક્યો છે. જ્યારે હૈદર અલી, નુમાન અંસારી, મજીબુલ્લાહ, ઉમર સિદ્દિકી, ફિરોઝ અસલમ, ઇમ્તિયાઝ આલમ સહિત નવને દોષિત ઠેરવ્યા છે. હવે તેમને સજા ફટકારવામાં આવી છે. હવે આ દોષિતોને પહેલી નવેમ્બરે સજા આપવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધીમાં કોર્ટમાં 187 લોકોની સુનવણી થઈ ચૂકી છે.

નોંધનીય છે કે, ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં 27મી ઓક્ટોબર 2013માં પટના ગાંધીન મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ પછી 31મી ઓક્ટોબર 2013એ એનઆઇએ એ કેસ સંભાળ્યો હતો અને એક નવેમ્બરે દિલ્લી એનઆઇએ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં સગીર સહિત 12 સામે ફરિયાદ થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષ જેલની સજા સંભળાવી હતી. આ કેસમાં દોષિત પાંચ આતંકીઓને અન્ય મામલામાં પેહલા જ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. જેમાં ઉમર સિદ્દીકી, અજહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોજ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ફે અબ્દુલા ઉર્ફે બ્લેક બ્યૂટી. મો.મોજીબુલ્લાહ અંસારી અને ઇમ્તિયાઝ અંસાર ઉર્ફે આલમ સામેલ હતા. જેમાંથી ઇમ્તિયાજ, ઉમેર, અજહર, મોજિબુલ્લાહ અને હૈદરને બોધગયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી