પાકિસ્તાનની સંસદ બની મજાક….

નેશનલ અસેમ્બલીના સાંસદોએ એકબીજાને આપી ગાળો..

પાકિસ્તાનની સાંસદમાં જંગ છેડાયો છે .બજેટ પર ચર્ચા દરમિયાન નેતા વિપક્ષ શાહબાજ શરીફે બોલવાનું શરૂ કર્યું અને જોત-જોતામાં સંસદમાં હોબાળો મચી ગયો. એટલું જ નહીં , વિપક્ષી સાંસદો અને સરકારના જૂથે એકબીજા પર બજેટની કોપીઓ ફેંકવાનું શરૂ કરી દીધું.આ દરમિયાન પશ્તૂન તહાફૂઝ મૂવમેન્ટના સાંસદ મોહસિન દાવર બધાને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસ મુજબ, શરીફના ભાષણ પર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સાંસદો નારા લગાવવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. એટલું જ નહીં, તેઓ પોતાની સરકારના બજેટની કોપીઓ ફેંકવા લાગ્યા. તે પછી તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ- નેશનાલિસ્ટના નેતાઓ અને વિપક્ષના દળોએ બીજા સભ્યોને ઘેરી લીધા.સ્પીકર અસદ કેસર ટોકતા રહ્યા, પરંતુ શોરબકોર ઓછો ન થયો. તો, શાહબાઝ હેડફોન પહેરીને બોલતા જ રહ્યા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોઝમાં નેતા ગાળો બોલતા પણ સંભળાઈ રહ્યા છે.

મહત્વનું છે કે ,થોડા દિવસ અગાઉ વડાપ્રધાન ઇમરાનખાનની નજીકના નેતાએ એક ટીવી શૉના રેકોર્ડિંગ દરમિયાન પાકિસ્તાનના સાંસદને થપ્પડ મારી દીધો હતો.ટીવી શોના રેકોર્ડિંગ દરમિયાન ફિરદોસ આશિક અવાન એટલા ગુસ્સે થઈ ગયા કે, તેમણે સાંસદ કાદિરને લાફો મારી દીધો.

 207 ,  3