પાલડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીએ કર્યો આપઘાત

પાલડી પોલીસ સ્ટેશનના રાઇટર હેડ એકાઉન્ટએ લમણે ગોળી મારી આપઘાત કર્યો

પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીએ લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાઇટર તરીકે ફરજ બજાવતા ઉમેશભાઈએ રિવોલ્વર વડે આપઘાત કર્યો છે. રાઇટર હેડ એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા.

ઉમેશ ભાટીયાએ જાતે લમણે ગોળી મારી દેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. ૨૦૦૯માં પોલીસમાં ભરતી થયા હતા.૫ વર્ષથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સવારે ઓફિસ આવી અંદરથી રૂમ બંધ કરી લમણે ગોળી મારી દીધી હતી. એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવાથી પોલીસ સ્ટેશનના હથિયાર તેમની પાસે રહેતા હતા.

વધુ વિગતો માટે રાહ જોવાઈ રહી છે…

 120 ,  1