પુલવામાં હુમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ કરશે BCCI, દાનમાં આપશે કરોડો રૂપિયા

BCCIએ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થનાર પરિવારોને મદદ માટે આર્મી વેલ્ફેર ફંડમાં 20 કરોડ રૂપિયા દાન કરવાનો નિર્ણય લીધો છે. આ હુમલામાં 40 CRPF જવાન શહીદ થયા છે. જાણવા મળ્યું છે કે BCCIના અધિકારી ભારતીય સૈન્ય બળોના વરિષ્ઠ અધિકારીઓને 23 માર્ચે યોજાનારી ચેન્નાઈમાં IPLની શરૂઆતી મેચોમાં આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, સીઓએએ આર્મી વેલફેર ફંડમાં 20 કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે. સીઓએએ IPLનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ન કરી તેની રકમ આર્મી વેલ્ફેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો હતો. શરુઆતના દિવસે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બંને હાજર રહેશે.

તેમના મતે IPLની ઓપનિંગ સેરેમનીનું બજેટ ગત વર્ષે 15 કરોડ રુપિયા હતું. બીસીસીઆઈએ તેને વધારીને 20 કરોડ રુપિયા કરી દેશે. આ રકમને આર્મી વેલફેયર ફંડ અને રાષ્ટ્રીય રક્ષા કોષમાં આપવામાં આવશે. IPLની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે

 178 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી