પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવવધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધપ્રદર્શન ચાલુ..

હાલ દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

એકબાજુ કોરોનાની મહામારી તો બીજી તરફ મોંઘવારીનો માર …આ બંનેની વચ્ચે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે .મોંઘવારી અને બેરોજગારીના આ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધવાથી ગરીબ જનતાનું આર્થિક સંતુલન ખોરવાઈ ચૂક્યું છે .

રાજ્યમાં સતત થઇ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાએ સામાન્ય માણસની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે મેં મહિનાથી આ સ્થિતિ સતત સર્જાવાના કારણે તેની અસર મોંઘવારી ઉપર પણ પડી રહી છે. સરકારી તેલ કંપનીઓ આજે પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કર્યું છે.

સરકારી તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી કર્યા છે આજે પેટ્રોલની કિંમતોમાં 29 થી 31 પૈસા સુધી વધારો કરાયો છે, તો બીજી તરફ ડીઝલની કિંમતોમાં 29 થી 31 પૈસાનો વધારો કરાયો છે. હાલ દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘણી જગ્યાએ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે, ભાવ વધારાને કારણે પેટ્રોલ 92 રૂપિયાને પાર તો ડીઝલ 93 રૂપિયા ને પાર પહોંચી ગયું છે.

દેશભરમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે કોંગ્રેસ આજે રાજ્યવ્યાપી ધરણા પ્રદર્શન કરશે. કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝમાં ઘટાડો કરી જનતાને રાહત આપવાની માંગણી કરશે.

છેલ્લા એક વર્ષથી પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે. જેને કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજશે.અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ ઠેર-ઠેર આવા વિરોધ પ્રદર્શનો જોવા મળશે .

 190 ,  3