પોલીસ આંદોલનને લઇ જીતુ વાઘાણીએ આપી ચેતવણી, કહ્યું – ચલાવી નહીં લેવાય…

આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડવી ન જોઇએ – વાઘાણી

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોલીસ આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. કોઈપણ આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.

ગુજરાતમાં પે-ગ્રેડ મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. દિવસે-દિવસે હવે આ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં પોલીસ પરિવારનો આક્રોશ વધુ જોવા મળી રહ્યો છે. આજે દાણીલીમડા પોલીસલાઈનમાં મહિલાઓ તેમજ બાળકો હાથમાં થાળી-વેલણ તેમજ પગારવધારાની માગના બોર્ડ લઈને રસ્તા પર ઊતરી આવ્યાં છે.

બીજી તરફ, શાહીબાગ હેડક્વાર્ટર ખાતે પણ મહિલાઓ થાળી અને વેલણ લઈને વિરોધ કરવા માટે બહાર આવી છે. ગ્રેડ-પે અમારો હક્ક છે તેવા સૂત્રોચાર સાથે મહિલાઓ રોડ પર ઊતરી આવી છે. સવારથી જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો પરિવાર અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં નારા લગાવતો નજરે ચઢ્યો છે. છેલ્લા એક કલાકથી 2 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી