પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે મળનારી બેઠક રદ્દ

PM મોદી સાથે અનેક મંત્રીઓ ચર્ચામાં થવાના હતા સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અંગે આજે સાંજે થનારી મહત્વની બેઠક રદ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે સાંજે 5 વાગે થનારી બેઠકમાં કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણ પર ચર્ચા થવાની હતી. પરંતુ હવે આ બેઠક રદ કરાઈ છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ આ અઠવાડિયે કરાશે અને 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 8 જુલાઈ સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ છે અને વિસ્તરણ બાદ 81 સભ્ય થઈ શકે છે. 

આ નામ ચર્ચામાં

નોંધનીય છે કે સંભવિત મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, અને સર્બાનંદ સોનોવાલના નામ પ્રમુખ છે. જ્યારે યુપીમાં આગામી વર્ષે ચૂંટણી છે જેને ધ્યાનમાં રાખીને મોદી મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશથી 3 સંચાર મંત્રી સામેલ કરાશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે. 

 16 ,  1