પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી, રાત્રે 11 વાગ્યે કર્યા શપથ ગ્રહણ

ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદિન ધાવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજાઈ સરદેસાઇ સહિતના નેતાઓએ પણ રાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રી મનોહર પર્રિકરના અંતિમ સંસ્કાર બાદ એક જ કલાકની અંદર ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર લાગી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.

આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ઉપરાંત 11 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. મંત્રીપદના શપથ લેનારા ધારાસભ્યોમાં મનોહર અજગાંવકર, રોહન ખવટે, જયેશ સાલગાંવકર, વિશ્વજીત રાણે, માવેન ગુડીનો સામેલ રહ્યા. ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણેય ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. આ ઉપરાંત ગોવિંદ ગાવડે, વિનોદ પાલેકર, મીલિંદ નાઈક અને નિલેશ કોબરાલેએ પણ મંત્રીપદના શપથ લીધા.

સાવંતનું રાજકીય સફળ…
તમણે જણાવી દઇએ, સાવંત ગોવામાં બિચોલિમ તાલુકાના એક ગામ કોટોંબીના રહેવાસી છે. સાવંતનો નાનપણથી આરએસએસની સાથે સંબંધ રહ્યો છે. આરએસએસની તરફ ઝુકાવના લીધે જ હિન્દુત્વની વિચારધારાના પ્રત્યે તેમાં સમર્પણ આવ્યું. તેમના પિતા પાંડુરંગ સાવંત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂકયા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્યા હતા. ભાજપના વફાદાર કાર્યકર્તા તરીકે તેઓ એક આગવી ઓળખ ધરાવે છે.

સાવંતે આયુર્વેદ ઔષધિમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સામાજિક કાર્યમાં કર્યું. તેમણે મેડિકો-લીગલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેમની રાજકારણમાં એન્ટ્રી 2008ની સાલમાં ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ થઇ. સાંકેલિમ (અબ સાખલી) સીટ ખાલી થઇ હતી, ત્યાંથી તેમને ચૂંટણી લડવાનું કહ્યું હતું. તે સમયે તેઓ માપુસા સ્થિત ઉત્તરી જિલ્લા હોસ્પિટલમાં આયુર્વેદના ડૉકટર તરીકે ફરજ બજાવતા હતા.

ભાજપના નેતૃત્વના આગ્રહ બાદ તેમણે પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપી, ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડી હતી. જો કે તેમણે પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2012માં તેઓ વિજેતા તરીકે ઉભરી આવ્યા. 2017ની ચૂંટણીમાં એક વખત ફરીથી તેઓ સાખલીથી ચૂંટણી જીતી વિધાનસભામાં આવ્યા.

2017મા મનોહર પારિકરના નેતૃત્વવાળી સરકારમાં તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવામાં આવ્યા. ગોવાના રાજકીય ઇતિહાસમાં તેઓ સૌથી નાની ઉંમરના વિધાનસભા અધ્યક્ષ હતા. ગોવાના યુવા આંદોલનમાં તેમને સાધારણ કૌશલના લીધે તેમને રાજ્ય યુવા પુરસ્કારથી નવાજવામાં આવ્યા. તેઓ ભારતીય યુવા જનતા મોર્ચાના પ્રદેશાધ્યક્ષ અને ભારતીય જનતા યુવા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા છે.

પારિકરની પણ હતી પહેલી પસંદ…
પારિકર બીમાર થયા બાદ પ્રમોદ સાવંત ગોવામાં સીએમ પદના મજબૂત દાવેદાર બનીને ઉભર્યા. તેઓ સ્વર્ગીય પારિકરની પણ પહેલી પસંદ હતા. તેમણે ખુદ સીએમ પદની શપથ લેતા પહેલાં કહ્યું છે કે તેમને રાજકારણમાં પારિકર જ લઇ આવ્યા હતા. તેમને સ્પીકર અને સીએમ બનવાનો શ્રેય પણ પારિકરને આપ્યો છે. પાર્ટીના પ્રત્યે તેમની વફાદારી પણ તેમની સીએમ પદની દાવેદારીનું એક કારણ હતું.

 143 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી