પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધીની બોટ યાત્રા, તમામ કાર્યક્રમ ઉપર રહશે નજર

પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મજબુત કરવા માટે અથાક પ્રયત્નો કરી રહી છે. ત્યારે પ્રયાગરાજથી નરેન્દ્ર મોદીના મતદાન ક્ષેત્રથી પ્રિયંકા ગાંધી બોટ યાત્રા કરશે. આ યાત્રાને ગંગા યમુના તહજીબ યાત્રાનું નામ આપવામાં આવ્યું છે. રવિવારે લખનઉથી ઈલાહાબાદ આવી પહોંચેલી પ્રિયંકા ગાંધીએ સ્વરાજ ભવન ખાતે જઈને પોતાની દાદીને યાદ કર્યા હતા.

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે સ્વરાજ ભવન જ્યાં મારી દાદીનો જન્મ થયો હતો. આજે એ નક્શો મને દેખાઈ રહ્યો છે. અહીંયા મારી દાદી મને કેટલીક વાર્તાઓ સંભળાવતા હતા. જે શબ્દો આજે પણ મારા કાન માં ગુંજે છે અને મને યાદ છે કે મારા દાદી મને કહેતા હતા કે નિડર બનો, સાહસી બનશો તો સારુ થશે. આજે પણ આ વાર્તાઓ મને યાદ આવે છે.

પ્રયાગરાજ થી તમામ રુટો ઉપર પોલીસ બાઝ નજર રાખશે.અને આ બાબતે તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે.જેમાં 140 કિલોમીટરની આ યાત્રામાં તમામ પોલિસ કર્મચારીઓ આ રૂટ પર ખડે પગે રહશે. ગંગા યમુના તહજીબ યાત્રામાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે સતત કાર્ય કરી રહી છે.

ટ્વીટ કરી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનની બાત કરે છે પરંતુ હવે હું સાચી વાતને લઈને કામ કરીશ. આ યાત્રા 140 કિલોમીટરની યાત્રા હશે. જેમાં ઘણા લોકો તેમને જોવા માટે પણ આવશે. કેટલાક દિવસ પહેલા પ્રિયંકા ગાંધીએ લખનઉમાં લગભગ 14 કિલોમીટર રેલી યોજી હતી જેમાં કોંગ્રેસ ને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

 65 ,  3