તલવાર વડે કેક કાપનાર બર્થડે બોય સહીત 7 લોકોની વટવા પોલીસે કરી ધરપકડ

વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થતા કાર્યવાહી

અમદાવાદના વટવા વિસ્તારમાં રાત્રિ કફર્યુના નિયમોનો ભંગ કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારા બર્થડે બોય સહીત 7 યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની તપાસમાં તલવાર વડે કેક કાપી ઉજવણી કરતો વીડિયો સરતાજનગરનો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનના ઘજાગરા ઉડાડી જન્મદિવસની ઉજવણી કરતા હોવાના અનેક વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે. ત્યારે રવિવારે પણ વટવા વિસ્તારમાં એક યુવકનો જન્મ દિવસ હોવાથી તેના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. બીજી બાજુ વટવા પોલીસને પણ આ વિડીયો મળી આવ્યો હતો. જેથી પોલીસે પણ આ વિડીયોના આધારે કાર્યવાહી હાથધરી હતી અને ગણતરીના કલાકોમાંજ આરોપીઓને ઝડપી લીધા હતા.

વિગત મુજબ, જેદ રહેમાન અન્સારીનો જન્મ દિવસ હોવાથી તેના મિત્રો સાથે ભેગા મળીને રાત્રીના સમયે તલવાર વડે કેક કાપતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તેના મિત્ર કે જે રાત્રી સમયે હાજર હતા તેવા રિઝવાન શેખ, આરબજ સૈયદ, મનસુરી નિસાર, રયાન પઠાણ, અસપાક સૈયદ અને ઈમરાન શેખ ની ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રીતના વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા બાદ પોલીસે તરત જ કાર્યવાહી કરે છે. જેથી દેખાઈ આવે છે કે પોલીસની સોશિયલ મિડીયા પર બાજ નજર છે.

 21 ,  1