બાંગ્લાદેશની એક ફૂડ ફેક્ટરીમાં આગ લાગતા 40થી વધુ લોકોના મોત

દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે, અનેક લોકો ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશના રુપગંજમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 40થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના ડેપ્યૂટી ડિરેક્ટર દેબાશીષ વર્ધને મીડિયાને જણાવ્યું છે કે, ઓછામાં ઓછા 40 મૃતદેહો અમને મળ્યા છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી ચે.

દેબાશીષ વર્ધને જણાવ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. રુપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં છે કે જણાવ્યું કે, ફેક્ટરીમાં કામ કરનાર મજૂરોના પરિવારજનો અહીં મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે.

 19 ,  1