બાળકની નાદાનીએ જીત્યા સૌ કોઇના દિલ, તમે સાંભળીને રહી જશો દંગ

હાથમાં મરઘીનું બચ્ચું અને 10 રૃપિયાની નોટ સાથેના માસૂમ બાળકની એક તસવીર હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ બાળકની નાદાનીએ લોકોના દિલ જીતી લીધા છે.

ખરેખર આ બાળકે ભૂલથી મરઘીના બચ્ચા પર સાયકલ ચઢાવી દીધી હતી. જે બાદ હાથમાં 10 રૃસિયાની નોટ લઇને નજીકની હોસ્પિટલ પહોંચી ગયો હતો. અને હોસ્પિટલના સ્ટાફને ખુબ જ નાદાનીપૂર્વક મરઘીના બચ્ચાને સારવાર માટે કહ્યું હતું.

આ તસવીર મિજોરમની રાજધાની આઇલોઝના સૈરંગ કસ્બાના એક બાળકની છે. તેને ખ્યાલ ન હતો કે, મરઘીનું બચ્ચુ મરી ગયુ છે અને તે તેને બચાવવા માટે હોસ્પિટલ પહોંચી ગયો છે. બાળકની તસવીરને સાંગા સેજ નામના ફેસબુક યૂઝરે એક એકાઉન્ટ પરથી શેર કરી છે અને સાથે જ સમગ્ર ઘટના વિશે લખ્યુ છે.

આ પોસ્ટને અત્યાર સુધીમાં 90 હજારથી વધુ વખત શેર કરવામાં આવી છે. તે માસૂમ બાળકને સાફ દિલો લોકોના દિલ જીતી લીધા છે.

 125 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી