બિહાર : દરભંગામાં બુટલેગરે પોલીસ જવાનને કચડ્યો, સારવાર દરમિયાન મોત

દારૂ ભરેલી સ્કોર્પિયો જીપ વડે પોલીસને 200 મીટર સુધી ઘસેડ્યો

બિહારમાં બુટલેગરે પોલીસ જીપને ટક્કર મારી જવાનને દુર સુધી ઘસેડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પૂરપાટે આવી રહેલી જીપને જોઇ જવાનને શંકા જતા રોકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દારૂની હેરાફેરી કરતા બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર આપી જવાનને કચડી નાખ્યો હતો.

દરભંગામાં કેવટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે પોટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન આગળ રસ્તા ઉપર પસાર થતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. આ સમયે એક સ્કોર્પિયો કાર આવતા દેખાઈ હતી. ગાડીના ડ્રાઈવરે પોલીસને જોઈને સ્પીડ વધારી દીધી હતી. ગાડી રોકવા માટે ઉભેલા પોલીસ જવાનને કચડીને ભાગવા લાગ્યો હતો. બૂટલેગર જવાનને સ્કોર્પિયો સાથે આશરે 200 મીટર સુધી ઘસેડ્યો હતો. બ્રેકર હોવાના કારણે ગાડી ઊભી રાખીને જીપમાં સવાર ત્રણથી ચાર લોકો ઉતરીને ભાગ્યા હતા.

જોકે, કેટલાક સ્થાનિક લોકોએ સ્કોર્પિયો ચાલકને પકડી લીધો હતો. બાકીના લોકો અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. ખરાબ રીતે ઈજાગ્રસ્ત જવાનને પહેલા કેવટી સીએચસી સ્વાસ્થ્ય કેન્દ્ર અને પછી પ્રાથમિક ઉપચાર કરીને તરત ડીએમસીએચ હોસ્પિટલ મોક્યો હતો. જોકે ત્યાં પહોંચતા પહેલા પોલીસ જવાને દમ તોડ્યો હતો. ઘટના બાદ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ દળની સાથે એસડીપીઓ અનોજ કુમાર પોતે પહોંચ્યા અને ઘટનાની જાણકારી લીધી હતી. સાથે જ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આખો મામલો હત્યાનો છે.

 75 ,  1