બેટા મને માફ કરજે! કહી કર્યો આપધાત, સ્યુસાઇડનોટ મળી

SUSAID

બેટા મને માફ કરજે હજી તું ફક્ત આઠ વર્ષનો છે. પરંતુ જ્યારે તું મોટો થાય તો લગ્ન ના કરતો. અને અહિં પણ ન રહેતો. લગ્ન બાદથી જીવન નર્ક બની ગયું છે. દહેજના ભૂખ્યા લોકો, પરંતુ મને કોઇનાથી કોઇ ફરિયાદ નથી. હુ રોજ અહિંયા માર ખાઉ છુ અને ગંદી ગાળો પણ, પરંતુ હવે આ બધુ મારાથી સહન નથી થતું. તે માટે હવે આપઘાત કરી રહી છું.

આવી સ્યુસાઇડ નોટ લખી એક મા એ આપઘાત કર્યો. સ્યુસાઇડ નોટમાં યુવતીએ સાસુ સસરા અને પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ અંગેની વાત પણ કરી છે. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે સ્યુસાઇડ નોટ મળ્યા બાદ પણ પોલીસ હાલમાં ફરિયાદ કરવાથી અચકાઇ રહી છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર 2003માં ફરિદાબાદ, હરિયાણા નિવાસી પૂજાના લગ્ન મંડાવલી ગામમાં રહેતા પ્રિયાશું સાથે કરવામાં આવ્યા હતા. આરોપ લગાવવામાં આવેલ છે કે લગ્નના સમયથી જ સાસરીયાઓ યુવતીને દહેજ માટે હેરાન કરી રહ્યા હતા.

ઘટનાના થોડા દિવસ પહેલા આરોપી પતિ તરફથી ફ્લેટની માંગણી કરવામાં આવી હતી. મહિલાને બીક હતી કે તેના સાસરીયા તેને મારી નાખશે. જે વિષે તેણે પોતાના પિયરે વાત કરી જણાવ્યુ હતું. અને થોડા જ દિવસ બાદ આ ઘટના બનવા પામી

 86 ,  3