બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા દિલિપ કુમારનું નિધન

મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ કુમારે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા

બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા 98 વર્ષીય દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપ કુમારે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓ ICUમાં હતા. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.


​​​​​​​
હોસ્પિટલનાં સૂત્રોના મતે, 98 વર્ષીય દિલીપ કુમારને હિંદુજા હોસ્પિટલના ICU વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, આથી જ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. શ્વાસની તકલીફ તથા તેમની ઉંમર જોતાં પરિવારે હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો હતો.

પદ્મભૂષણ, દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત

દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા

 115 ,  1