બોલીવુડના બાદશાહ શાહરુખને ફરી આપવામા આવશે ડોક્ટરેટની માનદ ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં થશે સન્માનિત

મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં લા ટ્રૂબ યુનિવર્સિટી શાહરુખ ખાનને ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરશે. આ પદવી શાહરુખને ગરીબ બાળકોને મદદ, વુમન એમ્પાવરમેન્ટ તથા હિંદી સિનેમામાં આપેલા યોગદાન બદલ આપવામાં આવે છે. શાહરુખ ખાન મીર ફાઉન્ડેશનનો ફાઉન્ડર છે. એક્ટરે પિતાના નામથી ફાઉન્ડેશન શરૂ કર્યું છે.

આ ફાઉન્ડેશનથી શાહરુખ લોકોને મદદ કરે છે.ડોક્ટરેટ ડિગ્રી આપવાની જાહેરાત બાદ શાહરુખે એક નિવેદનમાં કહ્યું હતું, ‘આટલી મોટી યુનિવર્સિટીના હાથે સન્માનિત થવું મારા માટે ગર્વની વાત છે. ઓસ્ટ્રેલિયાની લા ટ્રૂબ યુનિવર્સિટીનો ભારતીય સંસ્કૃતિ સાથે ખાસ સંબંધ છે.

સાથે જ આ હંમેશાથી મહિલાઓની સમાનતાની વાત કરે છે. મને લાગે છે કે હું આ માનદ પદવી માટે યોગ્ય છું અને યુનિવર્સિટીનો દિલથી આભાર માનું છું.’

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી