ભારતીય ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કોહલી માટે આપ્યું મહત્વનું નિવેદન

આજકાલ ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં જોવા મળી રહ્યા છે આ વખતે ગંભીરે પોતાના આક્રમક મિજાજ સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીની ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોહલીની કેપ્ટન તરીકેની પ્રતિભા સામે પ્રશ્નાર્થ સર્જતાં તેણે કહ્યું કે, કોહલી કેપ્ટન તરીકે ધોની અને રોહિત સાથેની તુલનાને પણ લાયક નથી. તેણે બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીનો આભાર માનવો જોઈએ કે તેમણે અત્યાર સુધીની તેની કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરી નથી.

સાથે જ વધુમાં કોહલી સારા બેટ્સમેન છે પણ કેપ્ટન તરીકેની તેની લાયકાત સામે સવાલ ઉઠતા રહ્યા છે. ગંભીર તેની કોલકાતા ફ્રેન્ચાઈઝીને બે વખત ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. જ્યારે બેંગ્લોર હજુ એક પણ ટાઈટલ જીતી શક્યુ નથી તેમ ગંભીર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા

બેંગ્લોરની નિષ્ફળતાનું મુળ કારણ તેમની ટીમમાં ક્વોલિટી બોલર્સનો અભાવ જોવા મળી રહ્યો છે. આ જ કારણે ટીમ અત્યાર સુધી આઇપીએલમાં ચેમ્પિયનશીપ મેળવી શકી નથી. વધુમાં ગંભીરે કહ્યું કે કેપ્ટન તરીકે કોહલીએ ઘણું બધુ શીખવાનું બાકી છે. નોંધનીય છે કે કોહલીએ તેની કારકિર્દી શરૃ કરી ત્યારે ગંભીર દિલ્હીની ટીમમાં તેનો સિનિયર હતો.

જે પછી બંને વચ્ચે આઇપીએલની જ એક મેચમાં ટકરાવ થઈ ચૂક્યો છે. કોહલી અંગે બોલ્ડ નિવેદન કરતાં ગંભીરે કહ્યું કે, હું તેને એક ચાલાક કેપ્ટન નથી માનતો. હું તેને વ્યુહાત્મક કેપ્ટન પણ નથી માનતો. હું માનું છું કે, એક કેપ્ટન તેના રેકોર્ડ જેટલો જ સારો હોવો જોઈએ.

કોહલી ભલે ગમે તેટલા બેટીંગના રેકોર્ડ બનાવી લે પણ તેની ટીમ તો ઠેરની ઠેર જ રહે છે તેમ ગૌતમ ગંભીરે કટાક્ષ કર્યો હતો આ અંગે દિલ્હીના આક્રમક ઓપનરે કહ્યું કે, ધોની અને રોહિત શર્મા ત્રણ-ત્રણ વખત આઇપીએલમાં ચેમ્પિયન બની ચૂક્યા છે. તેની (કોહલીની) સરખામણી હાલના તબક્કે તો ધોની કે રોહિતની સાથે કરી જ ન શકો. કોહલી છેલ્લા સાત-આઠ વર્ષથી બેંગ્લોરની ટીમનો કેપ્ટન છે, છતાં તેની ટીમ એક પણ ટાઈટલ મેળવી શકી નથી. તે ખુબ જ ભાગ્યશાળી છે.

તેને ખરેખરનો ફ્રેન્ચાઈઝીનો આભાર માનવો જોઈએ કે આટઆટલી નિષ્ફળતા છતા તેને કાઢી મૂકવામા નથી આવ્યો. અન્ય ફ્રેન્ચાઈઝીમાં બીજા કેપ્ટનોને સતત નિષ્ફળતા છતાં આટલા લાંબા સમય સુધી કેપ્ટન તરીકે જારી રહેવાની તક નથી અપાતી.

બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીની સાથે સાથે પંજાબ અને દિલ્હી જ એવી ફ્રેન્ચાઈઝ છે કે જેઓ આઇપીએલ જીતી શક્યા નથી.કોહલીની કેપ્ટન્સી હેઠળની બેંગ્લોરની ટીમ વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીમાં બે વખત પ્લે ઓફમાં પ્રવેશી છે, પણ તેઓ ટાઈટલ સુધી પહોંચી શક્યા નથી. તો આ તરફ વર્ષ ૨૦૧૬ની આઇપીએલમાં કોહલી, ગેલ અને ડી વિલિયર્સે રેકોર્ડ ૯૭૩ રન ફટકાર્યા હતા, છતાં તેઓ ટાઈટલ જીતી શક્યા નથી.

 149 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી