ભૂતપૂર્વ ઓપનર ગંભીરે ભારત -પાકિસ્તાન મેચને લઇ આપ્યું મહત્વનું નિવેદન

સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ સ્થિતિ જોવા મળતી હોય છે .. જેને પગલે બે દેશો વચ્ચેની આ પ્રકારની પરિસ્થિતિને લઇ ક્રિકેટ પર પણ અસર જોવા મળે છે ત્યારે ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે આ મામલે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટના રિલેશન્સ સંપૂર્ણ તોડી નાખવા જોઈએ અથવા સંપૂર્ણ રાખવા જોઈએ, અને ‘શરતી પ્રતિબંધ’ ન રાખવો જોઈએ. પુલવામા ટેરર અટેક પછી ગંભીરે પાકિસ્તાન સામે ક્રિકેટ-મેચ ન રમવાનું કહ્યું પણ હતું.

નોંધનીય છે કે આ અટેકમાં ૪૦થી વધુ ભારતના જવાનો વીરગતિ પામ્યા હતા. આ અટેકની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. હાલમાં પદ્મશ્રી ખિતાબ જીતનારા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભારતને આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવામાં તકલીફ થશે. એટ લીસ્ટ, એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે તો ન રમવું જોઈએ. સાથે જ વધુમાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેના રોબર્ટ મુગાબેનો વિરોધ કરવા ઝિમ્બાબ્વેની મેચ જતી કરી હતી. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો વિરોધ કરીને મેચ નહીં રમે તો દરેક જણ બે પોઇન્ટ્સ જતા કરવા તૈયાર થશે.

 80 ,  3