મનપસંદ જીમખાના કેસમાં દરિયાપુર PI, PSI સહિત ડી સ્ટાફના 14 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરાઇ

અમદાવાદમાં મનપસંદ જીમખાના રેડ કેસમાં પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસની વિગત મુજબ તાજેતરમાં મનપસંદ જીમખાનામા રેડ પડતા 180થી વધારે જુગારીઓ ઝડપાયા હતા. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ દ્વારા 10.99 લાખ રોકડા, 15 વાહનો, 1 રીક્ષા, 145 મોબાઇલ, 15 ફોર વ્હીલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જીમખાનું એટલા મોટા પાયે ચાલતું હતું કે, ત્યાં 8 મકાન ભાડે રાખીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસ ન આવી પહોંચે તે માટે 16 જેટલા સીસીટીવી પણ લગાવાયા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવતા ચકચાર મચી હતી.

અમદાવાદનાં અત્યંત ધમધમતા વિસ્તારમાં આ પ્રકારનું જુગારખાનું ચાલતું હોય તેવું પણ કોઇ વિચારી ન શકે તેવામાં પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા હતા. જેના કારણે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવા માટે પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરાઇ હતી. 

 68 ,  1