મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આપ્યું રાજીનામું

CBI તપાસના આદેશબાદ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આખરે રાજીનામું આપી દીધું છે. મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લગાવવામાં આવેલા આરોપો મુદ્દે બોમ્બે હાઇકોર્ટે CBIને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે 15 દિવસમાં તપાસ ચાલુ કરવાના આદેશ આપ્યા છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સોમવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 100 કરોડ રૂપિયા વસૂલીના આરોપોની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં CBI તપાસના આદેશ આપી દીધા છે.

 27 ,  1