માનસિક રીતે પીડિત યુવતીની ફાંસીની સજાને લઇ હાઇકોર્ટે આ લીધો મહત્વનો નિર્ણય

Gujarat High Court Ahmedabad 10Pubsep2009

ગાંધીધામ કોર્ટે માનસિક રીતે અસ્વસ્થ યુવતીને લઇ મહત્વનો ચુકાદો આપ્યો છે ..માનસિક અસ્વસ્થ યુવતીએ તેની માતા અને બહેનની હત્યા કરી હતી જે કેસમાં તેને ફાંસીની સજા આપવામાં આવી હતી ત્યારે આ કેસમાં કરેલી ફાંસીની સજા હાઇકોર્ટે રદ્ કરી છે. હાઇકોર્ટે ગંભીરતાથી નોંધ્યું છે કે, 19 વર્ષની યુવતી તેની માનસિક બીમારી અને ગરીબીને કારણે યોગ્ય કાનૂની સહાય ન મેળવી શકી તો તેને અન્યાય ન થવો જોઇએ. તેમજ અનુભવી વકીલો સિવાય લીગલ એઇડ ફારસ સમાન હોવાનું કોર્ટે ગણાવ્યું હતું.નોંધનીય છે કે 16મી ફેબ્રુઆરી 2017ના રોજ યુવતીએ તલવારથી માતા અને બેનની હત્યા કરી હતી.

આ સમગ્ર કેસને લઇ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી. રાવની ખંડપીઠે નોંધ્યું હતું કે, સરકારી વકીલે ન ભૂલવું જોઇએ કે તે પહેલા કોર્ટના અધિકારી છે. તેની પ્રાથમિક ફરજ કોર્ટ સમક્ષ તમામ સત્ય હકીકત રજૂ કરવાની હોય છે. કોઇપણ વ્યક્તિ કોર્ટની ભૂલને કારણે પરેશાન ન થવી જોઇએ. દુર્ભાગ્યે 19 વર્ષની ગરીબ અને નિ:સહાય યુવતી તેના બચાવ માટે અનુભવી વકીલ રોકી શકી ન હતી. તેણે લીગલ એઇડમાંથી વકીલ મેળવ્યા હતા. જો કે 15 દિવસમાં આ બીજો કેસ છે જેમાં કોર્ટે જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને લીગલ એઇડ માટે વકીલોની યાદી બનાવવા સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે પણ કોઇ આરોપીની ધરપકડ થાય અને તેની વર્તણૂક અસામાન્ય કે માનસિક અશાંતિવાળી લાગે ત્યારે તપાસ અધિકારીએ તેને તપાસ માટે તબીબ સામક્ષ રજૂ કરી જરૂરી સર્ટિફિકેટ મેળવી . આરોપી માનસિક રીતે અસામાન્ય જણાય તો તેને સારવાર માટે દાખલ કરી તે સામાન્ય સ્તરે પહોંચ્યાનું સર્ટિફિકેટ મેળવવું જોઇએ. ત્યાં સુધી કેસ આગળ ન વધી શકે. તેમ હાઇકોર્ટે પોલીસ અને કોર્ટને મહત્વનું નિર્દેશ કર્યું હતું સાથે જ જો તપાસ અધિકારી પોતાની આ પ્રકારની ફરજ ચૂકે તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેને રજૂ કરવામાં આવે ત્યારે તેમને પ્રાથમિક રીતે જણાય તો તેને મેડિકલ તપાસ માટે મોકલવાનો રહેશે. યોગ્ય સારવાર આપવી જોઇએ તેમ હાઇકોર્ટે જણાવ્યું હતું

તો આ તરફ આરોપી તરફે વકીલની નિમણૂક ન થાય ત્યાં સુધી કેસ ચાલુ થવો ન જોઇએ. અને વકીલ નિમણૂક ન કરી શકે તો તેને સરકારી ખર્ચે યોગ્ય વકીલ મળવો જોઇએ. ત્યારબાદ સેશન્સ ટ્રાયલના કેસમાં યોગ્ય અનુભવી વકીલ પૂરા પાડવા માટે પણ હાઇકોર્ટે જરૂરી સૂચન કર્યું હતું

 192 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી