September 23, 2021
September 23, 2021

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની અટકાયત !

હું કેન્દ્રીય મંત્રી છુ અને મારી ધરપકડ કેમ થાય – નારાયણ રાણે

જન આશીર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. આ પહેલા નાશીક પોલીસે ધરપકડ માટે આદેશ આપ્યા હતા. નારાયણ રાણેએ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે ‘થપ્પડ’ મારવા સુધીની વાત કહી હતી.

મહારાષ્ટ્રમાં ધરપકડનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મે કોઇ અપરાધ કર્યો નથી અને મારી સામે કોઇ ફરિયાદ હોય તો મને ખબર નથી. આ બધો વિવાદ ગઇકાલ રાતથી મીડિયામાં શરૂ થયો છે અને મારી ધરપકડનો આદેશ આપવામાં આવ્યો છે.

પરંતુ મારી સામે આદેશ આપનાર શું કોઇ રાષ્ટ્રપતિ છે? હું કેન્દ્રીય મંત્રી છુ અને મારી ધરપકડ કેમ થાય છે તે હું જોઇ લઉ છું તેણે ઉઘ્ધવ ઠાકરે સામે વધુ આક્રમક વિધાનો કરતા જણાવ્યું કે જે મુખ્યમંત્રીને દેશ આઝાદ કયારે થયો અને કેટલા વર્ષ થયા તે ખબર નથી તો શું તે દેશનું અપમાન નથી. આ એક રાષ્ટ્રદોહ છે અને પૂરા મામલામાં મારી બદનામી થઇ છે. હું સામે કેસ નોંધાવીશ.

તેણે એવુ પણ કહ્યું કે ‘કાન કી નીચે લગાના’ એવુ કોઇ બોલવુ તે અપરાધ નથી. રાણે હાલ રત્નાગીરી જિલ્લામાં ચીપલુન ખાતે તેની યાત્રા આગળ વધારી રહ્યા છે અને તેમના મુંબઇ સ્થિત બંગલામાં પણ સુરક્ષા વધારાઇ છે તો રાણેના પુત્ર નિલેશ રાણેએ વળતી ધમકી આપતા કહ્યું કે જો તમારી માનુ દુધ પીધુ હોય તો સામે આવી જાવ હું તમને તમારી ઔકાત બતાવી દઇશ.

 44 ,  1