મીરોલી ગામમાં ઓવરલોડેડ ડમ્પર નદીમાં ખાબક્યું

અમદાવાદમાં ખનન માફિયાઓ પર તંત્રની ચુપકીદી

અમદાવાદને સુંદર અને રમણીય બનાવવા પાછળ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર શહેરની રોનક બદલાઈ ગઈ છે. પરંતુ રીવરફ્રન્ટની પૂર્ણ થતાંની પેલે સાઈડ એટલે કે વાસણા બેરેજ બાદના નદીના પટમાં ખનન માફિયાઓનું ગેરકાયદેસર કામ બેરોકટોક ચાલી રહ્યું છે જેના અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ થતાં જ રહે છે.ત્યારે શુક્રવારે નદીના કિનારે આવેલા મીરોલી ગામમાં રેતી ભરેલુ ઓવરલોડેડ ડમ્પર નદીમાં ખાબકતાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ સ્થાનિક નેતાનું પીઠબળ ધરાવતાં ખનન માફિયાએ સમગ્ર ઘટનાને પોલીસ ચોપડે સામાન્ય અકસ્માતમાં ખપાવી દેવામાં પણ સફળતા મેળવી હોવાનું સ્થાનિક લોકોના મુખે ચર્ચાય રહ્યું છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ખનન માફિયાઓનું વર્ચસ્વ દિન પ્રતિદિન વધતું જતા હોવાના પુરાવા મળતા જ રહે છે. તેવી જ એક ઘટના શુક્રવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મારફતે બહાર આવી છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અનુસાર અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનાં મીરોલી ગામમાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન મૌલિક પટેલનાં ત્યાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતીનું ડમ્પર ભરીને નદી પર ગેરકાયદે રીતે પાઇપ અને રોડા-કચરાથી બનાવેલાં પુલ પર થી નદી ક્રોસ કરતાં સમય કાચું પુલ ધસી પડતાં આ ઘટના સર્જાઈ હતી, જેમાં ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત થયું હતા અને કન્ડેક્ટર ગંભીર રીતે ઈજા પામ્યો હતો.

જો કે ,આ ગેરકાયદે રીતે રેતી ખનન અને ખાણ ખનીજ વિભાગ સહિત જિલ્લા કલેટકરના તેમજ પોલીસની બેદરકારી તેમજ ભ્રષ્ટ તંત્રની ચાડી ખાતી આ ગંભીર અકસ્માતની ઘટના પોલીસ ચોપડે સામાન્ય અકસ્માતમાં ખપાવી દેવામાં આવી હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે. ખનન માફિયા મૌલિક પટેલને ભાજપના એક સ્થાનિક નેતાનું પીઠબળ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં થઇ રહેલ ચર્ચા અનુસાર ઘટના નદીના પટમાં બની હોવા છતાં ખાણ ખનીજ વિભાગને મામલાની જાણ જ ના કરાઈ અને સ્થાનિક નેતાના ઈશારે પોલીસે સમગ્ર મામલો સામાન્ય એડીમાં ખપાવી દીઘો છે. ગ્રામજનોમાં એ પણ ચર્ચા થઇ રહી છે કે ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી નદી પર ગેરકાયદે અનેક પુલ નિર્માણ થયા છે.ભૂતકાળ માં અનેક ફરિયાદ બાદ કલેકટરે આ તમામ પુલ એસ.ડી.એમ ને તોડી પાડવા હુકમ કર્યા છે.પરંતુ કાર્યવાહી માત્ર કાગળ પર કરીને અધિકારીઓ સંતોષ માનતા હોય છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર