મુંબઇમાં 300 કરોડનું હેરોઇન ઝડપાયું…

જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર બે લોકોની ધરપકડ

નવી મુંબઈમાં કસ્ટમ વિભાગે 300 કરોડ રૂપિયાના 290 કિલોગ્રામ હેરોઈનને જપ્ત કર્યું છે. આ ન્યૂઝથી ચારેતરફ હાહાકાર મચી ચૂક્યો છે. જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ પર 290 કિલો હેરોઈનનો જથ્થો સીમા શુલ્ક વિભાગે પકડ્યો છે. આ હેરોઈનને ડીઆરઆઈને સોંપી દેવામાં આવ્યો છે. આ સાથે 2 કેસમાં પકડાયેલા 2 લોકોની પૂછપરછ કરવામાં પણ આવી રહી છે.  

સમગ્ર દેશમાં માદક પદાર્થોની દાણચોરીને રોકડા માટે NCB સહિત વિવિધ એજન્સીઓ કામ કરી રહી છે. કેટલાક બંદરો પર પણ માદક પદાર્થોનો જથ્થો મળી આવે છે. સફરજનની આડમાં ચરજ, ગાંજોની હેરફેર થાય છે.

મુંબઇ જેવા આંતરરાષ્ટ્રીય શહેરમાં બોલિવુડના કેટલાંક કલાકારો સહિત યુવાધન માદક પદાર્થના બંધારણીયો બની જાય છે. તેમણે માલ સપ્લાય કરવા એક યા બીજી રીતે માદક પદાર્થો બહારથી લાવવામાં આવે છે. તો કેટલીક ફાર્મા કંપનીઓ પણ મેડ્રીગ્સ નામની નશાયુકત દવાની ગોળીઓ બનાવે છે.

 78 ,  1