મુંબઇ એરપોર્ટના દેવાની ભરપાઇ માટે 1 અબજ ડોલરની લોન માંગી

દેવાની ભરપાઇ કરવા માટે લગભગ 75 અબજ રૂપિયા (1 અબજ ડોલર)ની લોન માંગી

ગૌતમ અદાણી મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથકના હાલના દેવાને ફરીથી ફાઇનાન્સ કરવા માટે આશરે 7,500 કરોડ રૂપિયા એટલે 1 અબજ ડોલરની વ્યવસ્થા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ બાર્કલેઝ પીએલસી અને જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની જેવી બેન્કો સાથે વાત ચાલી રહી છે. બર્કલેઝ પીએલસી અને જેપી મોર્ગન સાશ એન્ડ કું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગને ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે બેન્કો સાથે ચર્ચા કરી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ કહ્યુ કે, ડ્યૂશ બેન્ક એજી પણ ફંડ રાઇઝિંગમાં મદદ કરવા માટે વાતચીત કરી રહી છે. નામ જાહેર ન કરવાની શરતે સુત્રોએ જણાવ્યુ કે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લગભગ 80 અબજ રૂપિયાનું દેવુ છે,   ઓગસ્ટમાં અદાણી એરપોર્ટ જીવીકે એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડનું દેવુ હસ્તસ્ત કરવ સંમત થયા પછી રિફાઇનાન્સિંગ પેકેજ આવશે, જે ભારતની નાણાંકીય રાજધાનીના એરપોર્ટમાં 50.5 ટકા માલિકી હક ધરાવે છે. ફેબ્રુઆરીમાં અદાણી એરપોર્ટે બે સાઉથ આફ્રિકન કંપનીઓનો હિસ્સો ખરીદીને મુંબઇ એરપોર્ટમાં 23.5 ટકા હિસ્સેદારીનું એક્વિઝિશન પૂર્ણ કર્યુ હતુ.  

 78 ,  1