September 26, 2022
September 26, 2022

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ, સીતારમણે બજેટ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કરશે. સીતારમણે બજેટ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં સીતારમણે પરંપરા તોડીને બ્રીફકેસની જગ્યાએ એક ફોલ્ડરમાં બજેટ લઈને પહોંચ્યા છે. અત્યાર સુધી બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાન એક બ્રીફકેસમાં જ બજેટ લઈને સંસદ પહોંચતા હતા.

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે ફોલ્ડરમાં બજેટ લઈ જવા વિશે કહ્યું છે કે, આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમી માનસિકતાની ગુલામીમાંથી બહાર આવવાનું પ્રતીક છે. આને તમે બજેટ નહીં પરંતુ ખાતા વહી કહી શકાય છે.ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા અંતરિમ બજેટ વિશે વડાપ્રધાને કહ્યું હતું કે, આ માત્ર ટ્રેલર છે. તેથી પૂર્ણ બજેટ સાથે જનતાની ઘણી અપેક્ષાઓ છે.

અલગ અલગ રિપોર્ટ્સ પ્રમાણે ઈનક્મ ટેક્સમાં રાહત આપવા સહિત સામાન્ય જનતા સાથે જોડાયેલી ઘણી મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. નિર્મલા સીતારમણનું આ પહેલું બજેટ છે. 49 વર્ષ પછી કોઈ મહિલા નાણાપ્રધાન બજેટ રજૂ કરવાના છે. નિર્મલા પહેલાં 1970માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી