September 19, 2021
September 19, 2021

યૌન શોષણના મામલે ટ્રેની પત્રકાર અંકિતાએ ગળુ દબાવી કરી તંત્રીની હત્યા

મુંબઈના એક માસિક સમાચાર પત્રિકા ઈન્ડિયા અનબાઉન્ડના તંત્રીની હત્યા કરી દેવાનો ખુલાશો મુંબઈ પુલિસે કર્યો છે.15 માર્ચથી પત્રિકા ઈન્ડિયા અનબાઉન્ડના તંત્રી ગુમ હતા જેને લઈ પરિવારજનોએ ઠાણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ખુલાશો કરતા પુલીસે એક ટ્રેની પત્રકાર અને મેગજીન ના પ્રિંટરની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો યૌન શોષણનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ મામલે પોલિસે તપાસ હાથ ધરી ત્યારે જાણ થઈ કે આ શખ્શ નિત્યાનંદ પાંડે છે. જે માસિક સમાચાર પત્રિકા ઈન્ડિયા અનબાઉન્ડના તંત્રી છે. જેમની હત્યા કરવામાં આવી છે.

પોલિસે આ હત્યા બાબતે તેમના ટ્રેની પત્રકાર અને મૈગજીન કે પ્રિંટરની ધરપકડ કરી હતી. જ્યારે આ મામલે તેમની ટ્રેની પત્રકાર અંકિતાના જણાવ્યા મુજબ નિત્યાનંદ પાંડે કેટલાક સમય થી તેની સાથે જબરદસ્તી કરતા હતા અને મે ઘણી વખત તેમને ન પણ કિધુ પણ તે મને હેરાન પરેશાન કરતા હતા જેથી મે મારા સાથી પ્રિંટર સતીશ મિશ્રા સાતે મળી તેમની ગળા દબાવી હત્યા કરી છે ત્યાર બાદ નિત્યાનંદ પાંડેની લાશને ભિવંડી ના સુનશાન સ્થળ ઉપર ફેકી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર મામલો યૌન શોષણનું જાણવા મળ્યું છે.

વધુમાં જાણવા મળ્યું કે નિત્યાનંદ પાંડે મુંબઈ અને ઠાણે જિલ્લાના એક અલગ પત્રકાર હતા.જેમણે જોતાનું જીવન સરલતાથી વ્યતીત કર્યું.અને તેમના સંબધો પોલિટીકલો સાથે હતા.જેથી એ જોતાની મૈગજીન ને સરકારી જાહેરાતો પણ અપાવી હતી.

 82 ,  3