રજનીકાંતે રાજનીતિને કહ્યું- અલવિદા, હવે ક્યારેય ન આવવાનો નિર્ણય

પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ને બંધ કરવાનો નિર્ણય લીધો

સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી અને ત્યાર બાદ ક્યારેય પણ રાજનીતિમાં ન આવાવનો નિર્ણય કહ્યો છે. રજનીકાંતે પોતાની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ રજનીકાંતે કહ્યું કે, તે રાજનીતિમાં ક્યારેય નહીં આવે. રજનીકાંત તરફથી કહેવામાં આવ્યું કે, બનવાવામાં આવેલ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી ઓળખાશે  સેવાનું કામ કરશે.

‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ખત્મ કરતાં રજનીકાંતે કહક્યું, “ભવિષ્યમાં રાજનીતિમાં આવાવની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું.” રજનીકાંતે આ નિર્ણય ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીના પદાધિકારીઓ સથે વાતચીત કર્યા બાદ લીદો છે. રજનીકાંતે પોતાના ફેન્સની સાથે પણ બેઠક કરી છે.

જણાવીએ કે, ડિસેમ્બર 2020માં રજનીકાંતે રાજનીતિમાં ન આવવાની જાહેરાત કરી હતી. જોકે ત્યાર બાદ તેમણે તેના પર ફરીથી વિચાર કરવાની વાત કહી હતી. એવામાં અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જ્યારે હવે રજનીકાંતે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને ભવિષ્યમાં રાજનીતિમાં ન આવાવની વાત કહી છે.

 10 ,  1