રણજીત સિંહ હત્યા કેસમાં આજે રામ રહીમની સજાનું એલાન…

પંચકુલામાં કલમ -144 લાગુ, CBI કોર્ટ સંભળાવશે ચુકાદો

રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો 19 વર્ષ પછી આવવાનો છે. આ કેસમાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટ રામ રહીમ સહિત પાંચ દોષિતોને સજાની જાહેરાત કરશે. ગુરમીત રામ રહીમને રણજીત સિંહ કેસમાં, સીબીઆઈ કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે દોષીતને સજા ફરમાવી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ પહેલેથી જ એક પત્રકારની હત્યા અને સાધ્વી પરના બળાત્કારકેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે.

આજના સંભવિત ચુકાદાને ધ્યાને લઈને ડીસીપીએ પંચકુલા શહેરમાં કલમ -144 લાગુ કરી દીધી છે. શહેરમાં 17 સ્થળે નાકાબંધી ગોઠવવામાં આવી છે અને 700 જવાન તહેનાત કરવામાં આવ્યા છે. ITBP ની ચાર ટુકડીઓ CBI કોર્ટ સંકુલ અને ચારેય પ્રવેશદ્વાર પર તહેનાત કરવામાં આવશે. આ સિવાય પોલીસ દ્વારા દરેક જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી