રાજકોટ : PHDની લાલચ આપીને દુષ્કર્મ કર્યું હોવાનું છાત્રાનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ સામે ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં ધેરાઈ છે. જેમા કાયદા ભવનના હેડ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે PHD પાસ કરાવી આપવાની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાનું કુલપતિને ફરિયાદ મળી છે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું ઘર બની ગઈ છે. કારણકે અવાર નવાર અહિયા કોઈને કોઈ બનાવોને લઈને વિવાદ થતો હોય છે. ત્યારે વધુમાં ફરી અહીયા મોટો વિવાદ સામે આવ્યો છે. જેમા કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણ સામે દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચૌહાણની વિરુદ્ધમાં કુલપતિને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે PHD પાસ કરાવી આપવાની લાલચે કાયદા ભવનના હેડે દુષ્કર્મ આચર્યું છે. સાથેજ તેણે એવો પણ આક્ષેપ કર્યો છેત તેને અધ્યાપક બનાવાવી પણ લાલચ આપવામાં આવી હતી.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી