September 23, 2021
September 23, 2021

રાજકોટ : ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ મેડિકલ સ્ટુડન્ટના મોતથી અરેરાટી

 કાલાવડ રોડ મેટોડા નજીક સર્જાયો હતો અકસ્માત

રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક અકસ્માત સર્જાયો છે. અહીં ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતને પગલે થોડીવાર અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કાર અને એસટી બચ વચ્ચે થયેલા આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં આગળ સવાર બે યુવાનોની બોડીના પણ ટુકડા થઈ ગયા હતા.

આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, ત્રણેય મૃતકો પારુલ યુનીવર્સિટીના સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ હોમિયોપેથીક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા. નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે. 

અકસ્માત પછી ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમનું મોત નીપજ્યું છે. તેમજ બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

 129 ,  1