રાજસ્થાનઃ ગેહલોત કેબિનેટના તમામ મંત્રિઓએ આપ્યા રાજીનામાં..

આવતીકાલે બેઠકમાં નવા મંત્રીમંડળ પર નિર્ણય

રાજસ્થાનની ગેહલોત સરકારની કેબિનેટ બેઠક શનિવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે યોજાઈ હતી. જેમાં ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા હતા. જાણાવા મળી રહ્યું છે કે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં બેઠક મળશે જેમાં નવા કેબિનેટ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

હકિકતમાં, રાજસ્થાન સરકારમાં ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની મડાગાંઠને હાઈકમાન્ડને સંભાળી લીધી છે. જેને લઈ તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હાઈકમાન્ડે ગેહલોત સરકારની નવી કેબિનેટ ફોર્મ્યુલા પણ નક્કી કરી લીધી છે. વર્ષ 2023ની ચૂંટણીને ધ્યાને રાખીને ફેરબદલ કરવામાં આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ગેહલોત સરકારના 3 મંત્રીઓએ શુક્રવાર સાંજે મંત્રી પદેથી રાજીનામાં આપ્યા હતા. રાજીનામું આપનારા મંત્રીઓમાં શિક્ષણ પ્રધાન ગોવિંદ સિંહ દોતાસરા, મહેસૂલ પ્રધાન હરીશ ચૌધરી અને આરોગ્ય પ્રધાન રઘુ શર્માનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ એક પદના સિદ્ધાંતને પગલે તેમણે આ રાજીનામાં આપ્યા હતા.

નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 4 વાગ્યે થઈ શકે છે. હાલમાં રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 21 સભ્યો હતી. રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા 200 છે જે મુજબ કેબિનેટમાં વધુમાં વધુ 30 સભ્યો હોઈ શકે છે.

હકિકતમાં રાજસ્થાનમાં સચિન પાયલટની છાવણી એ વાતથી નારાજ છે કે તેમને ગેહલોત કેબિનેટમાં મહત્વ આપવામાં આવતનું નથી. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ગેહલોતની નવી કેબિનેટમાં સચિન પાયલટની છાવણી સિવાય અપક્ષ અને બસપાના ધારસભ્યો પણ સામેલ થશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી