રાજ્યના 10 સિનિયર IAS અધિકારીઓની બદલી…

મનોજ દાસ અને અશ્વિની કુમારને મળી પોસ્ટિંગ 

રાજ્યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એમ. કે. દાસની અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બંદરો અને વાહન વ્યવહારનો કાયમી ચાર્જ અપાયો છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.  

જે. પી. ગુપ્તાને અગ્ર સચિવ નાણાં વિભાગમાં બદલી આપવામાં આવી છે. આ સિવાય અશ્વની કુમારને સ્પોર્ટસ યુથ અને કલ્ચર એક્ટિવિટી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલનો વધારોનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. 

આ સિવાય મિલિંદ તોરવાણે, અવિંતા સિંઘ આલુખ, બી.એ. શાહ, એસ. છાકછુઆક, કમલ એન. શાહ અને તુષાર સુમેરાની પણ બદલી કરવામાં આવી છે. 

10 IAS ઓફિસરની બદલી

  1. મનોજ કુમાર દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા 
  2. ચંદ્ર વાનુ સોમને નર્મદા અને પાણી પુરવઠા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા 
  3. જગદીશ કુમાર ગુપ્તાનું નાણાં વિભાગમાં પ્રિન્સિપિલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર 
  4. અશ્વિની કુમાર સ્પોર્ટ્સ વિભાગના સચિવ તરીકે નિયુક્તિ, સ્પોર્ટ્સ ઓથોરીટીનો વધારાનો ચાર્જ 
  5. મિલિન્દ શિવરામ તોરવણેને સ્ટેટ ટેક્સનાં ચીફ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ 
  6. અવંતિકા સિંઘને GIDBના CEO તરીકેનો વધારાનો ચાર્જ 
  7. BA શાહનું બોટાદનાં કલેકટર પદ પર ટ્રાન્સફર 
  8. S છકછુકને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનાં ડાયરેક્ટર પદનો વધારાનો ચાર્જ 
  9. કમલ શાહની એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિયુક્તિ 
  10. તુષાર દલપતભાઈ સુમેરાનું ભરૂચના કલેકટર તરીકે ટ્રાન્સફર 

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી